મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાટણ ચૂંટણી તંત્ર સજ્જ, ત્રણ બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાટણ ચૂંટણી તંત્ર સજ્જ, ત્રણ બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરાતા પાટણ જિલ્લાની હારીજ, ચાણસ્મા અને સિદ્ધપુર નગરપાલિકામાં ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ સિદ્ધપુર નગરપાલિકામાં બે વોર્ડમાં પેટા ચૂંટણી અને તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રણ બેઠકો પર આગામી પેટા ચૂંટણી યોજાશે. 

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સિદ્ધપુરની સમોડા બેઠક, સમીની કનીજ અને હારીજની શાકરા બેઠક પર આગામી 16 મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજવામાં આવશે. 

આ તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પાટણ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બનવા પામ્યું છે, જેમાં હારીજનગર પાલિકામાં કુલ 6 વોર્ડના 24 બેઠકો પર કુલ 17 હજારથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8735 પુરુષ તેમજ 8368 મહિલાઓ મતદાર તરીકે નોંધાવા પામ્યા છે.

આ સમાચાર શેર કરો