મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં ગુમ થયેલા બાળક અંગે મોટો ખુલાસો, વીડિયોમાં જુઓ શું કહ્યું SPએ

Patan child selling scam : પાટણ બાળક વેચવાના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છ

પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં ગુમ થયેલા બાળક અંગે મોટો ખુલાસો, વીડિયોમાં જુઓ શું કહ્યું SPએ

Patan child selling scam : પાટણ બાળક વેચવાના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છે.  આ કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે દત્તક આપવાના બહાને વેચી દીધેલું બાળક બીમાર હોવાથી દત્તક લેનારે ડોક્ટરને પરત કરી દીધું હતું. જો કે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે આ બાળકને ગુમ કરી દીધું હતું. હવે આ ગુમ બાળકની ભાળ મળી ગઈ છે, જે અંગે પાટણ SPએ માહિતી આપી છે. 

બાળકનો જન્મ ક્યાં થયો હતો અને સુરેશ ઠાકોર પાસે કેવી રીતે આવ્યું? 

પાટણ SP ડો.રવિન્દ્ર પટેલે જણાવ્યું કે આ બાળકનો જન્મ પાટણ જિલ્લાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં થયો હતો. એ હોસ્પિટલમાંથી રૂપસિંહ નામના કમ્પાઉન્ડરે બાળકનો સોદો કરીને બાળકને લઈને શિલ્પા ઠાકોર અને નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને આપ્યું હતું. 

નકલી ડોકટર સુરેશ ઠાકોરે નીરવ મોદી નામના વ્યક્તિને 1.20 લાખમાં બાળક વેંચ્યું હતું, પરંતુ બાળક બીમાર પડતા નીરવ મોદીએ સુરેશ ઠાકોરને પરત કર્યું હતું. સુરેશ ઠાકોરે નીરવ મોદીને 1.20 લાખમાંથી 30 હજાર રૂપિયા પરત આપ્યાં હતા. 

આ પણ વાંચો : પાટણઃ 1.20 લાખમાં બાળકનો સોદો, ખરીદનારે 51 રૂપિયા ટોકન આપ્યું, પછી આ રીતે ફુટ્યો ભાંડો!

સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે બાળકને હાઇવે પર બિનવારસી છોડ્યું

નીરવ મોદીએ પરત કરેલા બીમાર બાળકનો નિકાલ કરવા માટે નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને નર્સ શિલ્પા ઠાકોરે સિદ્ધપુર થઈ પાલનપુર-ડીસા હાઇવે પર મોટા ગામ પાસે બિનવરસી હાલતમાં ત્યજી ફરાર થઇ ગયા હતા. 

બાળક હાલ પાલનપુરના શિશુગૃહમાં 

સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે હાઇવે પર ત્યજેલાં બાળકનો આવાજ આવતા આસપાસના લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી. ત્યાંથી બાળકને પાલનપુરના  શિશુગૃહમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળક ત્યાં તંદુરસ્ત છે અને સુરક્ષિત છે.

આ સમાચાર શેર કરો