આ તે કેવી સલામત સવારી?, ચાલુ બસનુ એન્જિન કપરાડા ઘાટ પર બંધ થતા મુસાફરો અટવાયા
સલામત સવારી, એસ ટી અમારીના સ્લોગન પર પ્રશ્નાર્થ સર્જતી ઘટના સામે આવી છે. વલસાડથી ક

સલામત સવારી, એસ ટી અમારીના સ્લોગન પર પ્રશ્નાર્થ સર્જતી ઘટના સામે આવી છે. વલસાડથી કપરાડા જતી બસ પારડી નાનાપોંઢા માર્ગ ઉપર સુકેશ કસ્તુર ફાર્મ નજીક એન્જિન ગરમ થતાં ખોટકાઈ ગઇ હતી. જેને લઇ કપરાડા જતાં નોકરિયાતો, આઇ.ટી.આઇ કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા હતા.
બીજી બસ ફાળવી
એન્જિનમા આગ ન લાગે તે માટે બસ ચાલકે નજીકના ઘરેથી ડોલ વડે પાણી લાવવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે,સવારે 9 વાગે ઉપડતી નિયમિત બસ ડેપોમા આવતા વેત બંધ થતાં બીજી બસ ફાળવી હતી. પરંતુ તે પણ અધવચ્ચે ખોટકાતા મુસાફરો વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીમાં મુકાયા હતા.
મોટી દુર્ઘટના ટળી
નોંધનીય છે કે કપરાડા માર્ગ અત્યંત ઘાટ વાળો હોઈ જો બસ ઘાટ ઉપર ખોટકાઈ તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી છે. આ બસમાં નિયમિત ઉપયોગ કરતા મુસાફરોએ ડેપો મેનેજર અને ડી.સી.ને રજૂઆતો કરી પણ વ્યર્થ નીવડી છે.








