મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોતની કિંમત ₹50 લાખ..! એકતાનગરમાં મજૂરોના મોત મામલે તમામ પાર્ટીના નેતાઓએ બંધ બારણે બેસી કર્યું સમાધાન 

નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે નર્મદા ઘાટ પાસે ચાલી રહેલી પ્રોટેક્શન વોલની કામ

નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે નર્મદા ઘાટ પાસે ચાલી રહેલી પ્રોટેક્શન વોલની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં ત્રણ મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા. મૃતક ત્રણેય મજૂરો ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના હતા.

કોન્ટ્રાક્ટર દ્વારા ₹50 લાખની સહાયની ખાતરી

ઘટના બાદ મૃતકોના પરિવારજનોએ કોન્ટ્રાક્ટર સામે મોરચો માંડ્યો હતો, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરોની સેફ્ટી માટેના પૂરતા સાધનો રાખવામાં આવ્યા ન હતા. પરિવારજનોના આક્રોશ બાદ કોન્ટ્રાક્ટરે એક મૃતક દીઠ ₹50 લાખની સહાય રોકડમાં આપવાની ખાતરી આપી છે.

સમાધાનની પ્રક્રિયામાં, પરિવારજનોને ₹20 લાખ રોકડા ચૂકવી દેવામાં આવ્યા છે.  જોકે, પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી બાકીના ₹30 લાખ કેશનું સમાધાન થાય ત્યાર બાદ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મૃતકના પરિવારના એક સભ્યને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોકરી આપવાની પણ ખાતરી આપવામાં આવી છે.

દવાખાનામાં નેતાઓની બંધ બારણે બેઠક

આ મામલે સમાધાનની પ્રક્રિયા ગરૂડેશ્વર ખાતેની સરકારી દવાખાનામાં થઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા. આ સમાધાન માટે વિવિધ પક્ષોના નેતાઓ એકસાથે આવ્યા હતા. 'આમ આદમી પાર્ટી'ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, 'ભાજપ'ના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને 'કોંગ્રેસ'ના જિલ્લા પ્રમુખ રણજીતભાઈ તડવીએ બંધ બારણે બેઠક કરીને સમાધાન કર્યું હતું. સામાન્ય રીતે બહાર લડતા નેતાઓ આ ગંભીર મુદ્દે એકસાથે આવવા મજબૂર બન્યા હતા.

વડાપ્રધાનના આગમન પહેલા તંત્રમાં હડકંપ

આ દુર્ઘટના વડાપ્રધાનના આગમન પહેલા બની હોવાથી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો હતો. તંત્રના ઉચ્ચ અધિકારીઓએ યુદ્ધના ધોરણે સમાધાનના પ્રયાસો કર્યા હતા, જેથી વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈ વિરોધ ન થાય અને સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડે

આ સમાચાર શેર કરો