ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16 તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. પરશોત્તમ રૂપાલ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. પરશોત્તમ રૂપાલા આગામી 16મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. રાજકોટના બહુમાળી ચોકમાં ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ. બહુમાળી ચોકમાં સભા યોજાઈ શકે છે. રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે.
પરશોત્તમ રૂપાલાની ત્રણ ત્રણ વખત માફી છતાં તેમની ટિકિટ રદ કરવા માટે રાજપૂત સમાજ અડીખમ છે. હવે 16 એપ્રિલે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે, રાજકોટના બહુમાળી ભવનમાં સભા સંબોધશે તેવા અહેવાલ સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજે ગત રોજ ધંધૂકામાં રેલી યોજીને મહાસંમેલન ભર્યુ હતું. આ સંમેલન દરમિયાન પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ ફરીથી ઉઠી હતી.
પરશોત્તમ રૂપાલાએ ટ્વિટ કરીને લખ્યું છે કે રાજકોટનો મક્કમ નિર્ધાર, ફીર એકવાર મોદી સરકાર #PhirEkBaarModiSarkar, #AbkiBaar400Paar #Rupala4Rajkot હેશ ટેગ પર લગાવ્યા છે.
રાજ્યમાં અનેક ગામોમાં રૂપાલા અને ભાજપનાં કાર્યકરોને ગામમાં પ્રવેશ બંધીનાં બેનર લગાવ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ભવન પાસે જંગી સભાને સંબોધશે






