રૂપાલા વિવાદમાં મોટા સમાચાર / કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જાહેર કર્યું સમર્થન
Parshottam Rupala Controversy : પરશોત્તમ રૂપાલા વિવાદમાં મોટા

Parshottam Rupala Controversy : પરશોત્તમ રૂપાલા વિવાદમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે. આ અંગે કાઠી ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી છે. ભાજપ કાર્યાલય ખાતે આ પત્રકાર પરિષદ યોજાઈ હતી.
કાઠી ક્ષત્રિય સમાજના આગેવાને પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને આ નિર્ણય લેવામાં કોઈ જાતનું દબાણ નથી, સૌએ મળીને નિર્ણય લીધો છે. જયારે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવે ત્યારે બાકી બધા જ પ્રશ્નો ગૌણ બની જાય છે. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે અને રહેશે. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા હિન્દુત્ત્વ સાથે રહ્યો છે.
કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે અને એ વિવાદ માફી સાથે જ પૂરો થાય છે.






