રાજકોટ-મોરબી હાઈવે પર પરશોત્તમ રૂપાલાના બેનર ફાટેલા જોવા મળ્યા, સાંજે જાહેર સભા અને રેલી
મોરબી-રાજકોટ હાઈવે પર પરશોત્તમ રૂપાલાના બેનરો ફાટેલા જોવા મ

મોરબી-રાજકોટ હાઈવે પર પરશોત્તમ રૂપાલાના બેનરો ફાટેલા જોવા મળ્યા હતા પરશોત્તમ રૂપાલાની આજે મોરબીમાં રેલી અને જાહેર સભા યોજાવાની છે. જાહેર સભા અને રેલી યોજાય તે પહેલાં બેનરો ફાટતાં પક્ષમાં ચર્ચાઓ શરૂ થઈ હતી.
મોરબી-રાજકોટ હાઈવે પર ભક્તિનગર સર્કલ પાસે આ બેનર લગાવવામાં આવ્યું હતું. મોરબીના કલાસિક પાર્ટી પ્લોટ ખાતે પરશોત્તમ રૂપાલા જાહેરસભાને સંબોધશે. સાંજે પાંચ વાગ્યે મોરબીના ભક્તિનગર સર્કલથી રેલીની શરૂઆત થશે. આ રેલીમાં ભાજપના મોટા નેતાઓ પણ સામેલ થવાના છે.
ગત રોજ રાજકોટના મોરબી રોડ પર રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં અભૂતપૂર્વ જનસેલાબ જોવા મળ્યો હતો, જેમાં ભાજપને લલકારીને તા.19 સુધીમાં રૂપાલાની ટિકીટ રદ કરવાનું અલ્ટિમેટ આપ્યું હતું. તો બીજી તરફ ક્ષત્રિયોના વિરોધ વંટોળ વચ્ચે ભાજપે પરષોત્તમ રૂપાલાને સ્ટાર પ્રચારક બનાવી દેતાં પણ ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે.






