પાટીદાર યુવતીને ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર બેસેલા પરેશ ધાનાણીનું સુગર લેવલ ડાઉન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતીને ન્યાય આપવા બાબતે અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતીને ન્યાય આપવા બાબતે અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના સદસ્યો ધરણા ઉપર ઉતરી આવ્યા છે. જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. 28 કલાકથી ધરણા પર બેઠેલા પરેશ ધાનાણીનું નિષ્ણાંત ડોકટર દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું જેમાં તેમનું સ્વાસ્થ્ય હાલ ખરાબ હોવાનું માલુમ પડ્યું.
પ્રતાપ દૂધાતના જણાવ્યા અનુસાર પરેશ ધાનાણીનું સુગર ડાઉન થઈ ગયું છે. તેમનો આમરણાંત ઉપવાસ આવતીકાલ 10 વાગ્યા સુધી એટલે કે 20 કલાક સુધી ચાલશે તેથી હજુ પણ તેમનું સમય સર મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.
આ પણ વાંચો : અમરેલી લેટરકાંડ મામલો: પાટીદાર યુવતીના ન્યાય માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી આમરણાંત ઉપવાસ પર
તમને જણાવી દઈએ કે, આ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમર મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મર,રાજકોટ, જામનગર અને અમદાવાદ સહિતના ઘણા નેતાઓ જોડાયા હતા. લલિત કગથરાએ નિવેદન આપતાં કહ્યું હતું કે, આ કોઈ પાર્ટીની કે સમાજની વાત નથી. પાયલ ગોટીને ગુનેહગાર બનાવી રાતે બાર વાગે ધરપકડ કરી, સરઘસ કાઢી માર મારવામાં આવ્યો ત્યારે સમગ્ર ગુજરાતની દીકરી માટે સવાલ ઉભો થાય છે. આખા ગુજરાતની બહેનો દીકરીઓ માટેનો પ્રશ્ન છે, માટે નારીને ન્યાય અને સ્નમાન આપવા માટેનું આ સ્વાભિમાન ઉપવાસ આંદોલન છે.






