મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: દિયોદરની શાળામાં મહિલા શિક્ષકની જગ્યાએ પુરુષ શિક્ષક મોકલાતા વાલીઓનો હોબાળો, જાણો શુું છે મામલો

બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાની સાલપુરા પ્રા શાળામાં શિક્ષકને લઈને સ્થાનિક લોકો વિ

બનાસકાંઠા: દિયોદરની શાળામાં મહિલા શિક્ષકની જગ્યાએ પુરુષ શિક્ષક મોકલાતા વાલીઓનો હોબાળો, જાણો શુું છે મામલો

બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાની સાલપુરા પ્રા શાળામાં શિક્ષકને લઈને સ્થાનિક લોકો વિરોધ પર ઉતર્યા છે. મહિલા શિક્ષકના બદલે પુરુષ શિક્ષકને શાળામાં હાજર કરતા વાલીઓએ રોષ  ઠાલવ્યો છે. સાલપુરા પ્રાથમિક શાળામાં 62 જેટલી દીકરીઓ અભ્યાસ કરતી હોવાથી ગ્રામજનો દ્વારા મહિલા શિક્ષકની માંગ કરવામાં આવતી હતી. સાલપુરા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં કુલ 125 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ પણ વાંચો : VIDEO: કાંકરેજ મઠના વિવાદ વચ્ચે સંતરામગીરી બાપુના અપહરણ પહેલાનો વીડિયો થયો વાયરલ

દીકરીઓની સલામતી માટે સ્થાનિક વાલીઓએ મહિલા શિક્ષકની માંગ કરી છે. દિયોદર તાલુકાની સાલપુરા પ્રાથમિક શાળામાં એક પણ મહિલા શિક્ષક ન હોવાથી ગ્રામજનો દ્વારા મહિલા શિક્ષકની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો