VIDEO: ગોધરામાં પશુ તસ્કરીના બે આરોપી પકડાયા
સોર્સ : GSTV
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાંચે ગોધરામાં પશુ તસ્કરી અને ગૌવંશના કતલખાનાના ગુનામાં સંડોવાયેલી ભોપાલી ગેંગના મુખ્ય બે આરોપીઓને ઝડપ્યા છે. પંચમહાલ પોલીસ લાંબા સમયથી આ ગેંગના સભ્યોની શોધખોળ કરી રહી હતી, જેઓ પશુઓની ગેરકાયદે હેરફેર અને કતલખાના ચલાવવામાં સક્રિય હતા. આરોપીઓની ધરપકડથી જિલ્લામાં ગૌ-તસ્કરીના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી આ ગેંગમાં જોડાયેલા અન્ય સાગરીતો અને તેમના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.

