VIDEO: ગોધરાના હવામાનમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ
સોર્સ : gstv
ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો. ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ થયો. જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા હતા. તો અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો. ઠેરઠેર વૃક્ષોની ડાળીઓ અને હોર્ડિંગ્સ જોખમી રીતે નમી ગયા. બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વધી છે, કારણ કે ખેતરોમાં પડેલા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

