VIDEO: હાલોલમાં સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ, તંત્રની કામગીરી સામ ઉઠ્યા સવાલ
પંચમહાલના ગોધરામાં સરકારી એમ્બ્યુલન્સનો દૂરપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. જે એમ્બ્યુલન્સ દર્દીઓની માટે રાખવામાં આવતી હોય છે, તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે વપરાશ થતાં અનેક સવાલો ઊભા થયા છે.
ગોધરાના પંચમહાલમાં હાલોલ નગરપાલિકાની સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરાઇ હોવાનું સામે આવ્યું છે. ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રસ્તાની સફાઇ માટે કામદારોને એમ્બ્યુલન્સમાં લવાયા હતા. સામાન્ય રીતે દર્દીઓને લાવવા લઈ જાવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોય છે. તેવામાં ગોધરામાં એમ્બ્યુલન્સ દ્વારા સફાઇ કર્મચારીઓને લાવવામાં આવતા મામલો ગરમાયો હતો. હાલોલમાં સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

