Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Attempt to bribe judge in Godhra Labor Court

ચાલુ કોર્ટમાં ડાયસ ઉપર ચઢીને જજને લાંચ આપવાનો પ્રયાસ,ગોધરા લેબર કોર્ટમાં આશ્ચર્યજનક ઘટના

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ચાલુ કોર્ટમાં ડાયસ ઉપર ચઢીને જજને લાંચ આપવાનો પ્રયાસ,ગોધરા લેબર કોર્ટમાં આશ્ચર્યજનક ઘટના

ભાદર પેટા વિભાગના રોજમદાર બાબુભાઇ ધીરાભાઇ સોલંકીએ ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. આ મામલે બાબુભાઇ સોલંકીને પકડીને ગોધરા ACB (એન્ટી કરપ્શન બ્યુરો)ને સોપવામાં આવ્યો છે.

App Store

ગોધરામાં લેબર કોર્ટમાં જજને લાંચ આપવાનો પ્રયાસ

મળતી માહિતી અનુસાર પાનમ યોજના અંતર્ગત ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા મૂળ મહિસાગરના બાબુભાઇ સોલંકી કે તેમને વર્ષ 2018માં કચેરી તરફથી નોકરીમાંથી છૂટા કરાયા હતા. આ મામલે વર્ષ 2023માં બાબુભાઇએ પોતાને પુન: નોકરી ઉપર લેવા માટે ગોધરાની લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી ચાર-પાંચ વર્ષથી કોર્ટમાં ચાલતી હતી. કેસ સંદર્ભે બાબુભાઇ છેલ્લા ચાર-પાંચ દિવસથી લેબર કોર્ટ ગોધરા ખાતે આવતા હતા.

કેસની સુનાવણીની તારીખ ન હોવા છતાં બાબુભાઇ સવારે લેબર કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમયમાં ડાયસ ઉપર ચઢીને જજને એક બંધ કવર આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જજે બંધ કવર સ્વીકારવાની ના પાડીને કવર ખોલવા જણાવતા બાબુભાઇએ કવર ખોલ્યું હતું જેમાં ચલણી નોટો હતી.

આ દ્રશ્ય જોઇને જજ ચોંકી ગયા હતા. ખુલ્લી કોર્ટમાં લાંચ આપવાની આ પ્રથમ ઘટના હતી. જજે તરત જ પોલીસ બોલાવી હતી અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બાબુભાઇ સોલંકીની ધરપકડ કરી હતી. જજને લાંચ આપવાનો ગુનો બનતો હોવાથી ગોધરા પોલીસે આરોપીને ગોધરા એલસીબીના હવાલે કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત વહીવટી સેવાના 37 અધિકારીઓની બદલી, ડેપ્યુટી કલેક્ટરથી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનો સમાવેશ

નડિયાદના કોઇ વ્યક્તિના કહેવાથી બંધ કવરમાં રૂપિયા મૂક્યા હોવાનો ખુલાસો

પંચમહાલ જિલ્લા લેબર કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન જજને બંધ કવરમાં લાંચ આપવાનો પ્રયાસ કરવાના બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કવરમાં મુકેલા રૂપિયાની ગણતરી કરતા રોજમદાર બાબુભાઇ સોલંકીએ કવરમાં 35 હજાર મુક્યા હોવાની વિગતો જાણવા મળી હતી. પોલીસે આ અંગે બાબુભાઇની પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે તેને નડિયાદના કોઇ વ્યક્તિ દ્વારા લાંચ આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઇ છે કે આ ગુનામાં કોની કોની સંડોવણી છે. બાબુ સોલંકીએ પૈસા કોઇની પાસેથી મેળવ્યા કે પછી બેંકમાંથી ઉપાડ્યા વગેરે બાબતોની પણ તપાસ થશે. જોકે, જજને બદનામ કરવા માટેનુ આ કાવતરૂ હોવાની ચર્ચા કોર્ટ સંકુલમાં ચાલી રહી છે.