Video: અમદાવાદ સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની વિવિધ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. અજાણ્યા શખ્સ દ્વારા ઈમેઈલ મારફતે જેલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ધમકીભર્યો ઈમેઈલ મળતાં જ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અમદાવાદ સહિત સંબંધિત જેલોની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક જેલ પર પહોંચી તપાસમાં જોડાઈ છે.
બીજી તરફ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા જેલ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરેક શંકાસ્પદ સ્થળની તપાસ કરવામાં આવી રહી છે.
જાહેરાત
સૌથી મોટો સવાલ એ છે કે જેલોને ઉડાવવાની ધમકી આપતો ઈમેઈલ કોણે મોકલ્યો અને આ ધમકી પાછળનો હેતુ શું છે? હાલ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત








