Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : After installing smart meters, farmer gets electricity bill of Rs 50,000

Panchmahal news: સ્માર્ટ મીટર લગાવ્યા પછી ખેડૂતને 50 હજારનું વીજબિલ! અગાઉ 1 હજાર આવતું હતું

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Panchmahal news: સ્માર્ટ મીટર લગાવ્યા પછી ખેડૂતને 50 હજારનું વીજબિલ! અગાઉ 1 હજાર આવતું હતું
સોર્સ : GSTV

હાલોલના ટાઢોડિયા ગામે સ્માર્ટ મીટર લગાવ્યા પછી સામાન્ય જીવન જીવતા ખેડૂતનું વીજ બિલ 50 હજાર રૂપિયા આવતા ખેડૂતે વિવિધ સ્તરે રજૂઆત કરી આ મામલાનો ઉકેલ લાવવા માંગ કરી છે.

App Store

 ખેડૂતનું બે મહિનાનું વીજ બિલ એક હજાર આવતું હતું

હાલોલના ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરુ થતાં જ તેની સામે ફરિયાદો ઉઠવા લાગી છે. હાલોલમાં આવેલા ટાઢોડિયા ગામમાં પંદર દિવસ અગાઉ એક ખેડૂતનું વીજ મીટર બદલી તેને સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. એકદમ સામાન્ય પરિસ્થિતિમાં જીવન વિતાવતા ટાઢોડિયા ગામના ખેડૂતનું બે મહિનાનું વીજ બિલ અગાઉ રૂપિયા એક હજારની આસપાસ આવતું હતું.

પંદર દિવસનું વીજ બિલ રૂપિયા પચાસ હજાર! 

 પંદર દિવસ પહેલાં જ સ્માર્ટ મીટર લગાવ્યા પછી ખેડૂતના મોબાઈલમાં વીજ વપરાશ અને વીજ બિલ અંગેનો મેસેજ આવતા ખેડૂત ચોંકી ગયા હતા. સ્માર્ટ મીટર લાગ્યા બાદ માત્ર પંદર દિવસનું વીજ બિલ રૂપિયા પચાસ હજાર થયું હોવાનો મેસેજ ટાઢોડિયાના ખેડૂત નારાયણભાઈને આવ્યો હતો. ખેડૂત નારણભાઇની ખેતી કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ પામી છે, ત્યારે બીજી તરફ સ્માર્ટ મીટર લાગ્યા પછી વીજ કંપની દ્વારા વીજ વપરાશના ચાર્જ પેટે મોટી રકમ થઇ હોવાનો મેસેજ મોકલી આપવામાં આવતા ટાઢોડિયા ગામના નારાયણભાઈ બારીયાએ વિવિધ સ્તરે રજૂઆત કરી આ મામલાનો ઉકેલ લાવવા માંગ કરી છે.