Panchmahal news: ટ્રેક્ટર અને JCBની ફિટનેસ પ્રક્રિયા બંધ, સર્ટિફિકેટ ન મળતા વાહન ચાલકો મુશ્કેલીમાં
પંચમહાલમાં ટ્રાન્સપોર્ટ કમિશ્નરના નવા આદેશ બાદ માર્ચ 2025થી ટ્રેક્ટર અને JCBની ફિટનેસ પ્રક્રિયા

પંચમહાલમાં ટ્રાન્સપોર્ટ કમિશ્નરના નવા આદેશ બાદ માર્ચ 2025થી ટ્રેક્ટર અને JCBની ફિટનેસ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવી છે. ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા ખેડૂતો તથા વાહન માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. પંચમહાલ જિલ્લામાં નાના વાહનો ફિટનેસ માટે અટવાઈ જતાં વાહનધારકોને આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે.
ફિટનેસ સેન્ટરો પર વાહન માલિકો ધક્કા ખાઈ રહ્યા છે
ફિટનેસ સેન્ટરો પર વાહન માલિકો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સોફ્ટવેર અપડેટની કામગીરી ચાલી હોવાથી સર્ટિફિકેટ અપાઈ રહ્યું નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ તકનીકી સુધારણા પૂર્ણ થયા બાદ જ ફિટનેસ પ્રક્રિયા ફરી શરૂ થશે. ત્યાં સુધી વાહન માલિકોને રાહ જોવી પડશે.




