પંચમહાલ: મુસ્લિમ સમાજના બિરાદરોએ કાળી પટ્ટીઓ બાંધીને નમાઝ કરી અદા,જાણો શું છે મામલો
દેશમાં અને રાજ્યભરમાં આજે સોમવારના રોજ ઇદ-ઉલ-ફિત્રના પવિત્ર પર્વની ભાઇચારાની અનોખી

દેશમાં અને રાજ્યભરમાં આજે સોમવારના રોજ ઇદ-ઉલ-ફિત્રના પવિત્ર પર્વની ભાઇચારાની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસભેર અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.પંચમહાલ જિલ્લામાં રમઝાન ઈદની ઉજવણી દરમિયાન મુસ્લિમ સમાજે યુસીસી અને વકફ સુધારા બિલ સામે વિરોધ નોંધાવ્યો હતો.
મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટીઓ બાંધીને ઈદની નમાઝ અદા કરી
શહેરાના મુસ્લિમ સિપાહી સમાજે આ કાયદાઓનો સખત વિરોધ કરતાં ઈદના તહેવારના દિવસે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટીઓ બાંધીને ઈદગાહ ખાતે રમઝાન ઈદની નમાઝ અદા કરી, જેના દ્વારા તેઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણયો સામે પોતાનો અસંતોષ દર્શાવ્યો.




