પંચમહાલ ડેરી ચૂંટણીઃ તમામ 18 ઉમેદવારો બિનહરીફ જાહેર, જાણો કોણ છે ચેરમેન બનવાની રેસમાં
પંચમહાલ ડેરીની ચૂંટણી યોજાય તે પહેલા જ તમામ 18 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નોંધનીય છે કે, 20

પંચમહાલ ડેરીની ચૂંટણી યોજાય તે પહેલા જ તમામ 18 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નોંધનીય છે કે, 20 સપ્ટેમ્બરે પંચમહાલ ડેરીની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ, તેના 10 દિવસ પહેલાં જ તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચુકી છે.
તમામ બેઠકો બિનહરીફ
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (પંચમહાલ ડેરી)ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આગામી 20 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. જેમાં 18 બેઠકો પર કુલ 31 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે, બાદમાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે પેનલના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.






