મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાલનપુર: ખેત મજૂર પર કેટલાક શખ્સો જીવલેણ હુમલો કરીને ફરાર, હોસ્પિટલમાં યુવાને તોડ્યો દમ

રાજ્યમાં ધીમે ધીમે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, હત્યા અને મારા-મારીની ઘટનાનું પ્રમાણ પણ ઉત્તર

પાલનપુર: ખેત મજૂર પર કેટલાક શખ્સો જીવલેણ હુમલો કરીને ફરાર, હોસ્પિટલમાં યુવાને તોડ્યો દમ

રાજ્યમાં ધીમે ધીમે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, હત્યા અને મારા-મારીની ઘટનાનું પ્રમાણ પણ ઉત્તરોતર વધી રહ્યું છે. આજે પાલનપુરના સદરપુરા ગામમાં ખેતમજૂરી કરનાર શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મજૂરનું મોત નિપજ્યું છે. મજૂરની ઓળખ ફુલાજી આદિવાસી તરીકે થઈ છે. મજૂર કેટલાક શખ્સો ધારદાર હથિયાર સાથે તૂટી પડ્યા હતા.

કણસતી અને ઈજાગ્રસ્ત સ્થિતિમાં શખ્સને છોડી આરોપીઓ ફરાર

કણસતી હાલતમાં અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં શખ્સને છોડીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે પરિવારજનો તાત્કાલિકના ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મજૂરનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

જીવલેણ હુમલો કરનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોઁધ્યો

પાલનપુર તાલુકા પોલીસે મજૂર પર જીવલેણ હુમલો કરનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ અંગત અદાવત સહિતની બાબતો પર ઝીઁણવટપૂર્વક તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો