પાલનપુર પંથકની 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કે

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કેદની આકરી સજા સાથે આર્થિક દંડ પણ કર્યો છે. દુષ્કર્મની આ ઘટના 2023માં બની હતી.
20 વર્ષની સજા, રૂ.50,000નો દંડ
અમીરગઢ તાલુકાના રાવતા ખોખરીયા નામના શખ્સે 10-09-2023ના રોજ પાલનપુર પંથકની 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં આરોપી વિરુદ્ધ 11-09-2023ના રોજ પાલનપુર તાલુકા પોલીસ મથકે 376 A,B તથા પોક્સો એકટ મુજબ ગુનો નોંધાયો હતો.
પાલનપુર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સેસન્સ કોર્ટના જજે બાળકીનો મેડિકલ રિપોર્ટ તેમજ અન્ય સંયોગિક પુરાવાઓને આધારે આરોપી રાવતા ખોખરીયાને 20 વર્ષની સજા અને 50 હજારનો આર્થિક દંડ ફટકાર્યો છે.
શું બની હતી ઘટના ?
આરોપી રાવતા ખોખરીયા અને ભોગ બનનાર બાળકીનો પરિવાર આસપાસના ખેતરમાં મજૂરીકામ કરતા હતા. ઘટનાના દિવસે બાળકી ભેંસને ચારો નાખવા ગઈ હતી ત્યારે આરોપી તેને પકડીને બાજુની ઓરડીમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બુમાબુમ કરતા આરોપી નાસી ગયો હતો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ બાળકીએ સમગ્ર ઘટના કહેતા બાળકીના પરિવારજનોએ આરોપી વિરુદ્ધ પાલનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.






