Surat: રખડતાં શ્વાનનું ટોળું યુવક પાછળ દોડ્યું, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ
સુરતમાં 5 કૂતરાઓ પાછળ પડતાં એક યુવક જીવ બચાવવા ભાગ્યો હતો. તેવામાં યુવક પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને

સુરતમાં 5 કૂતરાઓ પાછળ પડતાં એક યુવક જીવ બચાવવા ભાગ્યો હતો. તેવામાં યુવક પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને બ્રેઈન હેમરેજ થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતના સૈયદપુરાના ભંડારીવાડમાં થોડા દિવસ પહેલા ઈબ્રાહીમ ઉર્ફે એજાઝ એહમદ અન્સારી (ઉં.વ.38) નામના યુવક પાછળ કૂતરાઓનું ઝુંડ પડતાં ઈબ્રાહીમ જીવ બચાવવા ભાગ્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં 12 દિવસની સારવારને અંતે ઈબ્રાહીમનું આજે 6 નવેમ્બરના રોજ મૃત્યું નીપજ્યું છે.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોવા મળે છે પાંચ જેટલાં કૂતરાઓ યુવક પાછળ દોડે છે અને યુવક પડી જતાં કૂતરા થોભી જાય છે ને ત્યાંથી જતાં રહે છે.
બનાવ અંગે વાત કરતાં મૃતક યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, 'મારો ભાઈ સવારે નમઝ પઢીને ઘરે આવી રહ્યો હતો, ત્યારે કેટલાક કૂતરાઓ તેને કરડવા પાછળ દોડ્યા હતા. જેમાં પડી જવાથી મારા ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.'





