Surat: એશિયા માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ભાગ લેશે DCP પન્ના મોમાયા, ભારત તરફથી 4 રમતમાં થઈ પસંદગી
ગઈકાલે એટલે કે 5 નવેમ્બરથી ચેન્નાઈ ખાતે 23મી એશિયા માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિ

ગઈકાલે એટલે કે 5 નવેમ્બરથી ચેન્નાઈ ખાતે 23મી એશિયા માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ છે. આ સ્પર્ધામાં ભારત તરફથી સુરત DCP ટ્રાફિક પન્ના મોમાયા (IPS) પણ ભાગ લઈ રહ્યા છે. તેમની હાઈ જમ્પ, લોંગ જમ્પ, જેવલિન થ્રો અને શોટપુટ સ્પર્ધા માટે પસંદગી થઈ છે
ચેન્નાઈ ખાતે એશિયા માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 5થી 9 નવેમ્બર સુધી ચાલશે. 35 વર્ષથી વધુ વયજૂથના ખેલાડીઓ માટેની આ સ્પર્ધામાં એશિયાના જુદા જુદા 40 દેશ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં સુરતના DCP ટ્રાફિક પન્ના મોમાયાની પણ પસંદગી કરવામાં આવી છે. તેઓ ભારત તરફથી હાઈ જમ્પ, લોંગ જમ્પ, જેવલિન થ્રો અને શોટપુટ (ગોળાફેંક) માં ચેમ્પિયન છે. સુરત માટે આ એક ગૌરવપૂર્ણ વાત છે કે, એક IPS અધિકારી આટલી જુદી જુદી એથ્લેટિક્સમાં ચેમ્પિયન છે.


