મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી મિત શાહ બે દિવસની રાજ્યની મુલાકાતે છે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ થલતેજ વિસ્તારમાં ઓક્

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી મિત શાહ બે દિવસની રાજ્યની મુલાકાતે છે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ થલતેજ વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મોન્ટેકાર્લો ફાઉન્ડેશને ઑક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિંધુ ભવન રોડ પર 27,252 ચોરસ મીટર જમીન ફાળવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિંધુ ભવન રોડ પર 27,252 ચોરસ મીટર જમીન ફાળવી છે. મોન્ટેકાર્લો ફાઉન્ડેશન દ્વારા આગામી 15 વર્ષ સુધી ઑક્સિજન પાર્કની જાળવણી કરવામાં આવશે. 

આ પાર્કમાં ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, આઉટડોર જિમ, ડાયનેમિક પેવેલિયન, શાંત યોગસ્થળ જેવી સુવિધાઓ આવેલી છે. આ ઓક્સિજન પાર્કની વિશેષતા એ છે કે અહીં તાપમાન સામાન્ય કરતા પાંચથી છ ડિગ્રી ઓછું હશે. ઓક્સિજન પાર્કની 27,200 ચોરસ મીટર જગ્યામાં 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલ-છોડ તેમજ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો