VIDEO: પાટણ જિલ્લામાં ભારે વરસાદના કારણે ચંદેસરી ગામનો ઓવર બ્રિજ પાણીમાં ગરકાવ
પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્
પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં કુલ 34 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સાંતલપુરમાં 6 ઇંચ અને સૌથી ઓછો વરસાદ ચાણસ્મામાં નોંધાયો છે. આ વરસાદને પગલે જિલ્લાની નદીઓ, નાળાં અને વોકળામાં નવા નીર આવ્યા છે. સરસ્વતી નદી પર બાંધવામાં આવેલા ડેમમાં પાણીની આવક થઈ છે, તેમજ સિદ્ધપુર નજીક ચંદેસરી ગામે આવેલા ડેમમાં પણ પાણી ભરાયા છે. ચંદેસરી ગામનો ઓવર બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. જોકે, આ વરસાદને કારણે માલ-મિલકતને આંશિક નુકસાન થયું છે.


