અંબાજી: ત્રિશુલીયા ઘાટ પાસે લક્ઝરી બસને નડ્યો અકસ્માત, ચાર લોકોના મોત: 25થી વધુ ઘાયલ
અંબાજી-દાંતા હાઇવે પર ત્રિશુલીયા ઘાટ પાસે લક્ઝરી બસને અકસ્માત નડ

અંબાજી-દાંતા હાઇવે પર ત્રિશુલીયા ઘાટ પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયો છે. ડ્રાઇવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. આ અકસ્માતમાં મૃતકઆંક વધવાની શક્યતા છે.
ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત
ખેડા જિલ્લાના કઠલાલના ભક્તો અંબાજી મા અંબાના દર્શન કરીને પરત ફરતા હતા આ દરમિયાન ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. આ દૂર્ઘટનામાં 25થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
કઠલાલના ભક્તો દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે હનુમાનજી મંદિર પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડિવાઇડરની રેલિંગ પણ તૂટી ગઇ હતી. મુસાફરો અનુસાર બસનો ડ્રાઇવર નશામાં હોવાનું જાણવા મળ્યું છે.






