દેવું કરીને ઘી પીતી BRTS સદંતર નિષ્ફળ પ્રોજેક્ટ, વિપક્ષના AMC પર આકરા પ્રહાર
અમદાવાદ મહાનગરપાલિકાનો BRTS પ્રોજેક્ટ શરૂથી વિવાદમાં રહ્યો છે. મહાનગરપાલિકા સંચાલિત BRTS ખોટમાં ચાલી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 386 કર

અમદાવાદ મહાનગરપાલિકાનો BRTS પ્રોજેક્ટ શરૂથી વિવાદમાં રહ્યો છે. મહાનગરપાલિકા સંચાલિત BRTS ખોટમાં ચાલી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 386 કરોડની આવક સામે 511 કરોડની ખોટ કરી છે.
દેવું કરીને ઘી પીવું તે કહેવતને મ્યુનિસિપલ કોર્પોરેશન સાર્થક કરી રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ ગણાતી BRTS સેવા ખોટ કરતી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. આ સાથે જ શહેરના નાગરિકોને પણ BRTSને કારણે અવારનવાર હાલાકીનો સામનો કરવો પડે છે. BRTS દ્વારા થતા અકસ્માત, BRTS ટ્રેકને કારણે થયેલા સાંકડા રસ્તા, સાથે ખોટને જોતા વિપક્ષ દ્વારા BRTSને નિષ્ફળ પ્રોજેક્ટ ગણાવાયો છે. BRTS એસ કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે
ખોટ પર નજર કરીએ તો
| વર્ષ | ખોટ |
|---|---|
| 2019-20 | 58.18 |
| 2020-21 | 86.19 |
| 2021-22 | 107.62 |
| 2022-23 | 95.57 |
| 2023-24 | 92.24 |
| 2024-25 | 71.21 |
| કુલ | 511.04 |
આમ પાંચ વર્ષમાં 511 કરોડની ખોટ કરવામાં આવી છે જેને લઈને વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી છે. તો તંત્રનું કહેવું છે કે વિપક્ષને ટીકા કરવાની ટેવ પડી ગઈ છે. ભૂતકાળમાં મનમોહનસિંહ દ્વારા આ સેવાને એવોર્ડ આપવામાં આવ્યો હતો. લોકો BRTSને આવકારી રહ્યા છે.
BRTS કરોડોની ખોટ કરે છે સાથે સાથે લાખોના ખર્ચે બનાવેલા બસ મથકો માંથી કેટલાકને હાલત ખરાબ છે. BRTS શરૂ કરી દેવામાં આવી પરંતુ તેનું યોગ્ય ધ્યાન રાખવામાં આવતું નથી અને આથી જ આ પ્રોજેક્ટ ધોળો હાથી સાબિત થયો છે.






