સુરતમાં આડેધડ થતી સીલીંગની કામગીરીથી અકળાયા વિપક્ષ નેતા, NOC સહિતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગ
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં બિલ્ડરો અને અધિકારીઓના મેળાપીપણામાં બનેલી મિલકતોને દેખાડા

સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં બિલ્ડરો અને અધિકારીઓના મેળાપીપણામાં બનેલી મિલકતોને દેખાડા ખાતર સીલ મારવામાં આવ્યા છે. સીલની પ્રક્રિયામાં જવાબદાર અધિકારીઓ, ભલમાણકર્તાઓ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ ફાયર એન.ઓ.સી.અને બી.યુ.સી.ની પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવી જોઈએ. બંને વિભાગની કામગીરી 24*7 ધોરણે શરૂ કરાવી શહેરના ભાંગી પડેલ ધંધા-રોજગારને વેગવંતુ બનાવવા જરૂરી ગાઇડલાઇન્સ બહાર પાડવા આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા દ્વારા માગ કરવામાં આવી છે.
ભલામણકર્તા સામે પગલા લેવા માગ
મહાનગરપાલિકાના નેતા વિરોધપક્ષ-પાયલ સાકરીયાના નેતા હેઠળ યોજાયેલ પત્રકાર પરિષદમાં હાલમાં રાજકોટ ખાતે ગેમઝોનમાં આગની ગોઝારી દુર્ઘટના પછી ઉચિત કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર તથા તેમને કુદરતી ન્યાયના સિઘ્ધાંત અનુસાર રજૂઆતની યોગ્ય તક આપ્યા વગર આડેધડ સીલીંગની કાર્યવાહી માત્ર દેખાડા સુધી સીમીત રાખવામાં ન આવે તેમજ માત્ર નાના દુકાનદારો, ખાતેદારો, લઘુઉધોગો, નાના વેપારીઓના ધંધાકીય સ્થળોએ સીલીંગની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. પરંતુ આ દુકાનો, માર્કેટો, યુનિટસના ડેવલોપરો અને તેમને ગેરકાયદેસરની પ્રવૃતિમાં સાથ સહકાર આપનાર-ભલામણકર્તાઓ અને જે તે સમયના જવાબદાર અધિકારીઓ પર કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરીને માત્ર સીલ ખોલાવા ફરી પાછી ભલમાણકર્તાઓ અને અધિકારીઓની ટોળકીઓને ભાવતું પીરસવા પ્રજાને લાચાર કરવામાં આવી રહેલ છે જે ચલાવી લેવામાં આવશે નહી.
લોકોની મુશ્કેલી હળવી થાય તેવી કામગીરીની માગ
સુરત મહાનગરપાલિકામાં ફાયર એન.ઓ.સી. અને બી.યુ.સી. વિરુઘ્ધની મિલકતો સામે સીલીંગની કાર્યવાહી સતત ચાલુ રાખવી તેમજ સદર બાબતે વિસંગતતાઓની પુર્તતા કરવા જરૂરી ગાઇડલાઇન્સ બહાર પાડવી.હાલમાં જેટલી મિલકતો/દુકાનો/ ગોડઉનો/ માર્કેટ/ હોસ્પિટલ/ હોલ/ મોલ/ રેસ્ટોરન્ટ/ સરકારી મિકલતો/ જીમ સહિતના વિવિધક લધુ ઉધોગોને સીલ મારવાની કાર્યવાહી થયેલ છે તે તમામ મિલકતોની બાંધકામ દરમ્યાન તત્કાલિન જવાબદાર અધિકારીઓ ઘ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે તેનો ખુલાસો મેળવીને ફરજમાં બેદરકારી બદલ તેમની વિરુઘ્ધ ખાતાકીય તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી.તથા તાકીદે વિસંગતતાઓ દુર કરવા જરૂરી ગાઇડલાઇન્સ બહાર પાડવા તેમજ બી.યુ.સી. અને ફાયર એન.ઓ.સી.ના વિભાગો ર૪ × ૭ ના ધોરણે ચાલુ રખાવીને પ્રજાને પડતી મુશ્કેલીને હળવી કરવા સહિતની માગ સહિતના સૂચન કરાયા છે.








