મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વન અને પર્યાવરણ વિભાગમાં ઓપરેશન ગંગાજળ, 3 અધિકારીઓને અપાયું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

રાજ્ય સરકારે વર્ગ-2ના વધુ ત્રણ અધિકારીને પ્રિમેચ્યોર રિટાયરમેન્

વન અને પર્યાવરણ વિભાગમાં ઓપરેશન ગંગાજળ, 3 અધિકારીઓને અપાયું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

રાજ્ય સરકારે વર્ગ-2ના વધુ ત્રણ અધિકારીને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપ્યું છે. ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને રાજ્યના હિત ન હોય તેવા અત્યાર સુધીમા 60 ઓફિસરો સામે પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ હેઠળ કાર્યવાહી થઇ છે. વન અને પર્યાવરણ વિભાગ (વર્ગ-2)ના ત્રણ અધિકારીને ગુજરાત સરકારે ચાલુ નોકરીએ ઘરભેગા કર્યા છે.

ગુજરાતના ચીફ સેક્રેટરી રાજકુમાર કાલે વયનિવૃત થઇ રહ્યા છે, તે પહેલા વન- પર્યાવરણ વિભાગે વર્ગ- ૨ના ત્રણ જેટલા ઓફિસરોને ચાલુ નોકરીએ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી ઘરભેગા કરી દીધા છે.

કોને કોને અપાયું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

  1. મોહમદ મુનાફ ઉસ્માનભાઈ લોખ - મદદનીશ વન સંરક્ષક - રાજકોટ
  2. કચનાભાઈ મૂળજીભાઈ બારીયા - મદદનીશ વન સંરક્ષક - છોટા ઉદેપુર
  3. રશ્મિનભાઈ બશુભાઈ મનસુરી - પરિક્ષેત્ર વન અધિકારી - હિંમતનગર

આ સમાચાર શેર કરો