સુરતમાં ત્રીજા ધક્કે અપાતું માત્ર આટલું જ રાશન, વિપક્ષે જનતા રેડમાં ઝડપી પાડી ગેરરીતિ
સુરતના પુણામાં સસ્તા અનાજની દુકાનમાં રાશન ઓછું અપાતું હોવાની ફરિયાદ મળતાં રવિવારે વિપક્ષની ટીમે જનતા રેડ ક

સુરતના પુણામાં સસ્તા અનાજની દુકાનમાં રાશન ઓછું અપાતું હોવાની ફરિયાદ મળતાં રવિવારે વિપક્ષની ટીમે જનતા રેડ કરી હતી.વિપક્ષની ટીમે લોકો સાથે દુકાન નં 123 પર પહોંચીને દરોડો પાડ્યો જનતાની 5 રેડમાં ગેરરીતિ પકડાઈ હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ સુરતમાં દુકાનની આડમાં ધમધમતું કૂટણખાનું, દેહ વ્યાપાર કરતી 7 લલનાઓ સહિત 3 ગ્રાહકો પકડાયાં
ગેરરીતિ ઝડપાઈ
તપાસ કરતાં જણાયું હતું કે, ખરેખર લોકોને અનાજ ઓછું આપવામાં આવે છે. ફરિયાદી બેન રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું. બિલ પણ આપતા નથી. દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી, અનાજના જથ્થાની કોઈ વિગત લખાતી નથી, સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ બે કિલો ખાંડ આપીને રવાના કરી દેવાય છે, સ્થળ પર ગેરકાયદે ખાંડની ગૂણોનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો, છેલ્લા ચાર વર્ષમાં ચારથી પાંચ વખત આ દુકાન પર જનતા રેડ પડી ચુકી છે અને વારંવાર ગેરરીતિ પકડાઈ છે છતાં કોઈ જકાર્યવાહી કરાતી નથી.
ખાંડ, ચોખાને ઘઉં ઓછા અપાતા
વિપક્ષે કહ્યું કે, વોર્ડ નં 17ના વિપક્ષી કોર્પોરેટર સુહાગિયાને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનનો કોલ આવ્યો હતો કે આ દુકાનમાં રાશન પૂરું અપાતું નથી અને વારંવાર ધક્કા પણ ખવડાવાય છે, તેથી તેઓ સાથી કોર્પોરેટર અને ટીમ સાથે દુકાન નં 123 પર પહોંચી સ્થળ તપાસ કરતાં જણાયું હતું કે, ખરેખર લોકોને અનાજ ઓછું આપવામાં આવે છે. ફરિયાદી બેન રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું. બિલ પણ આપતા નથી. દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી, અનાજના જથ્થાની કોઈ વિગત લખાતી નથી, સરકાર ખાંડ આપતી નથી છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ બે કિલો ખાંડ આપીને રવાના કરી દેવાય છે, સ્થળ પર ગેરકાયદે ખાંડની ગૂણોનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો, છેલ્લા ચાર વર્ષમાં ચારથી પાંચ વખત આ દુકાન પર જનતા રેડ પડી ચુકી છે અને વારંવાર ગેરરીતિ પકડાઈ છે છતાં કોઈ જ કાર્યવાહી કરાતી નથી.








