મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઓનલાઈન ટિકિટના કૌભાંડનો પર્દાફાશ, 4.50 કરોડના રેકેટમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ

સુરતમાં 4.50 કરોડની ઈ ટિકિટનો રેકેટ પર્દાફાશ થયો છે. ઓનલાઇન ટિકિટ કૌભાંડમાં વધ

સુરતમાં ઓનલાઈન ટિકિટના કૌભાંડનો પર્દાફાશ, 4.50 કરોડના રેકેટમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ

સુરતમાં 4.50 કરોડની ઈ ટિકિટનો રેકેટ પર્દાફાશ થયો છે. ઓનલાઇન ટિકિટ કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. ઈ ટિકિટના રેકેટમાં ટ્રાવેલ એજન્ટ પકડાયો હતો. પાઈરેટેડ સોફ્ટવેરથી તત્કાલ રેલવે ટીકીટ બનાવવામાં વધુ ઝડપાયો છે. પાંચ પાંચ હજાર લઈ છ લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપવામાં આવ્યું હતું. સિટી લાઈટ ખાતે એજન્ટના ફ્લેટમાંથી મુંબઈ આરપીએફની ટીમ ઈ ટિકિટનું રેકેટ ઝડપી હતું.

5 હજારમાં લેપટોપમાં ઈન્સ્ટોલ કરી આપ્યું

એજન્ટ રાજેશ મિત્તલના લેપટોપમાં જેણે પાઈરેટેડ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી આપનારની પણ ધરપકડ કરાઈ છે. ઉમરા પોલીસે સોફ્ટવેર નાખનાર રાજુ યુવરાજ પંડિતની ધરપકડ કરી છે. રાજુ યુવરાજે પાઈરેટેડ સોફ્ટવેર રાજેશ મિતલને એક લેપટોપમાં 5,000 માં નાખી આપ્યું હતું.

હજાર રુપિયા ભાડું અપાતું હતું

એકતા ટ્રાવેલ્સના સંચાલક દ્વારા આ જ સોફ્ટવેરની મદદથી ગેરકાયદેસર રીતે ઈ-ટિકિટ બુકિંગ કરાવવામાં આવતું હતું. મૂળ ઝારખંડના અને હાલ સુરત શહેરના ગોડાદરા વિસ્તાર ખાતે રહેતા રાજુ યુવરાજ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. અમરા પોલીસના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર રાજુ એ જ રાજેશ મિત્તલને સપ્લાય કર્યું હતું. આ ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છે, જે છ જેટલા લેપટોપમાં ફીટ કરીને સોફ્ટવેર દીઠ 5 હજારની રકમ મળી કુલ માસિક 30 હજારની રકમ તે મેળવતો હતો. એટલું જ નહીં, માસિક રૂપિયા 1000ની રકમ ભાડા પેટે રાજુ પંડિત વસૂલ તો હતો. રાજુ સાથે અન્ય કયા લોકો આ સોફ્ટવેર વેચાણમાં સામેલ છે, તે અંગેની તપાસ ઉમરા પોલીસે શરૂ કરી દીધી છે.

આ સમાચાર શેર કરો