મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પ્લેન ક્રેશના એક વર્ષ બાદ: DCP કાનન દેસાઈએ યાદ કર્યા ગ્રાઉન્ડ ઝીરોના પડકારો

એક વર્ષ પહેલાં આજના જ દિવસે ની એ ગોઝારી ઘટના સૌને યાદ છે..જોકે આપદાની

એક વર્ષ પહેલાં આજના જ દિવસે ની એ ગોઝારી ઘટના સૌને યાદ છે..જોકે આપદાની આઘડીમાં ત્યારે કાયદો-વ્યવસ્થા અને તપાસ સંભાળવા ગ્રાઉન્ડ ઝીરો પર સૌથી પહેલાં પહોંચેલા ઝોન-૪ ના તત્કાલીન ડીસીપી કાનન દેસાઈ સામે કયા મોટા પડકારો હતા? પોલીસ અને એવિએશન એજન્સીઓએ દિવસ-રાત એક કરીને કયા ચોંકાવનારા પુરાવા શોધ્યા, જેના કારણે દેશની એવિએશન સુરક્ષા સિસ્ટમ જ બદલાઈ ગઈ? જોઈએ આ અહેવાલ

બરાબર એક વર્ષ પહેલાં આજના જ દિવસે અમદાવાદે પ્લેન ક્રેશની એક એવી ભયાનક અને કાળજું કંપાવી દેનારી ગોઝારી દુર્ઘટના જોઈ હતી, જેના ઘા આજે પણ તાજા છે. આ ભયાનક દુર્ઘટના માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ કાયદો અને વ્યવસ્થા માટે પણ તપાસનો એક બહુ મોટો પડકાર હતો. અકસ્માત બાદ અમદાવાદ પોલીસ અને વિવિધ એવિએશન એજન્સીઓએ દિવસ-રાત એક કરીને ટેક્નિકલ વિશ્લેષણ કર્યું, વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા અને દુર્ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવાનો સચોટ પ્રયાસ કર્યો હતો. આ એક એવી મોટી ઘટના હતી જેણે એવિએશન સુરક્ષા વ્યવસ્થામાં પણ અનેક મોટા સુધારાઓ માટે માર્ગ મોકળો કર્યો છે, જેથી ભવિષ્યમાં ફરી ક્યારેય કોઈ માસૂમ નાગરિકે પોતાનો જીવ ન ગુમાવવો પડે...

વિમાન દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરીમાં  કાનન દેસાઈએ i તે સમયે ઝોન-4ના ડીસીપી તરીકે ઘટનાસ્થળે પહોંચનાર વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ હતા. પોલીસ સહિત વિવિધ એજન્સીઓએ દિવસ-રાત એક કરી કામગીરી કરી હતી, જેમાં ઝોન-4 ડીસીપી કાનન દેસાઈની ભૂમિકા પણ નોંધપાત્ર રહી હતી.

આ સમાચાર શેર કરો