મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના ગરનાળાની એકબાજુનો ભાગ વાહનવ્યવહાર માટે બંધ, ભુવો પડયા બાદ વૈકલ્પિક માર્ગ જાહેર

સુરતના રેલવે સ્ટેશન નજીક સૂર્યપુર ગરનાળાની નજીક રોડ પર ભુવો પડી ગયો હતો. જેન

સુરતના ગરનાળાની એકબાજુનો ભાગ વાહનવ્યવહાર માટે બંધ, ભુવો પડયા બાદ વૈકલ્પિક માર્ગ જાહેર

સુરતના રેલવે સ્ટેશન નજીક સૂર્યપુર ગરનાળાની નજીક રોડ પર ભુવો પડી ગયો હતો. જેને પગલે અતિવ્યસ્ત માર્ગ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. ખાંડ બજાર એપ્રોચ નીચે વરસાદી પાણીના બોક્સમાં ભંગાણ પડતા રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભુવો પડતાની સાથે ગઈકાલથી રિપેરિંગ કામગીરી શરૂ કરી દીધા બાદ આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતા છે.

વૈકલ્પિક ટ્રાફિક રૂટ જાહેર 

વરાછા તરફથી સુરત સ્ટેશન તરફ આવવાનો આ ખૂબ વ્યસ્ત ગરનાળુ છે. રિપેરિંગ કામ ચાલતું હોવાથી વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો છે. જેના વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા માટે રૂટ નંબર (1) પોદાર આર્કેટથી જે.બી.ડાયમંડ સર્કલ થઈ બોમ્બે માર્કેટથી સહારા દરવાજા શરૂ રહેશે. 

બીજો રૂટ આ રહેશે

વૈશાલી ચાર રસ્તાથી ઉમિયાધામ સર્કલ થઈ ભવાની સર્કલથી ડાબે અલકાપુરી બ્રિજ તરફ શરૂ રહેશે. હાલ મળતી માહિતી મુજબ આવતીકાલે સાંજ સુધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ જેવી કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ ફરીથી ગરનાળાનો ભાગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો