સુરતના બગુમરામાં ધૂળેટીએ કરુણાંતિકા, રંગોથી રમ્યા બાદ નહેરમાં ન્હાવા પડતાં ત્રણમાંથી એક ડૂબ્યો
ધૂળેટીના રંગે રમવાનો સૌ કોઈએ ભરપૂર આનંદ લીધો હતો. ત્યારબાદ રંગોથી રમીને સુરતના પલસાણા તાલુકામાં નહેરમાં ન્હાવા

ધૂળેટીના રંગે રમવાનો સૌ કોઈએ ભરપૂર આનંદ લીધો હતો. ત્યારબાદ રંગોથી રમીને સુરતના પલસાણા તાલુકામાં નહેરમાં ન્હાવા ત્રણ શ્રમિકો પડ્યાં હતાં. જેથી ધૂળેટીના દિવસે એક દુઃ ખદ ઘટના સામે આવી છે. ઔદ્યોગિક એકમોમાં રજા હોવાથી શ્રમજીવીઓ ધૂળેટીની ઉજવણીમાં મશગૂલ હતા. બપોર બાદ કેટલાક રંગાયેલા શ્રમિકો બગુમરા ગામની સીમમાંથી પસાર થતી ચલથાણ બ્રાન્ચ નહેરમાં ન્હાવા પડ્યા હતા.
સ્થાનિકોએ કોશિષ કરી હતી
પલસાણા તાલુકાના હરિપુરા વિધાતા ઇન્સ્ટ્રીઝ ખાતે રહેતા ત્રણ મિત્રો આજે શુક્રવારે સવારે 11 વાગ્યાના અરસામાં મુકેશભાઈ લક્ષ્મણભાઈ પાસવાન, વિક્રમભાઈ બંશી બીનિયા, અને સત્યનારાયણ યાદવ પાણીમાં ન્હાતા હતા દરમ્યાન 35 વર્ષીય મુકેશભાઈ લક્ષ્મણભાઈ પાસવાન, નહેરના પાણીમાં ડૂબવા લાગતા લોકોએ બચાવવા કોશિશ કરી હતી.
નહેર બંધ કરી તપાસ કરાશે
પાણીનો પ્રવાહ તેજ હોવાથી કોઈની હિંમત નહી થતા આખી બારડોલી ફાયરને જાણ કરતા ફાયર અને 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ સાત વાગ્યા સુધી શોધખોળ કરવા છતાં કોઈ પટ્ટી નહી લાગતા નહેરનું પાણી બંધ કરાવી સવારે તપાસ હાથ ધરાશે.






