મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવનું ભવ્ય આયોજન, ધૂળેટી પર્વે હજારો ભક્તો ઉમટ્યા

ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિરે રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આચાર્ય રાકેશ પ્

ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિરે રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને પરિવાર દ્વારા હરિભક્તો ઉપર ઉછળવામાં આવી રંગોની છોળો. 50 હજાર કરતા વધારે ભક્તો વડતાલ ધામમાં ઉમટ્યા. વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી પૂનમે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો.

સાત પ્રકારના પાંચ હજાર કિલો કલર સાથે કેસુડો અને ગુલાબની પાંખડીઓ પણ હરિભક્તો ઉપર ઉછાળવામાં આવી. મંદિર પરિસરમાં 70થી 80 ફૂટના 250 જેટલા બ્લાસ્ટ કરવામાં આવ્યા. વડતાલ કમિટીના ચેરમેન અને દેવપ્રકાશ સ્વામી અને કોઠારી સંતવલ્લભ સ્વામી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્યામવત્સલ સ્વામીની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. હજારો ભક્તો આજે ધુળેટી પર્વે પૂનમે વડતાલમાં ભગવાનના દર્શન રંગોત્સવનો અનેરો લ્હાવો ભક્તોએ માણ્યો છે.

આ સમાચાર શેર કરો