સુરતમાં ધૂળેટીની હર્ષોલ્લાસભેર ઉજવણી, શેરી મોહલ્લાથી લઈને પાર્ટી પ્લોટમાં લોકો રંગાયા રંગે
સુરતમાં લોકો વર્ષ દરમિયાનના દુઃખો ભુલીને ધૂળેટીના રંગે રંગાયા હતાં. શેરી મોહલ્લાથી લઈને તમામ જગ્યાએ ધ

સુરતમાં લોકો વર્ષ દરમિયાનના દુઃખો ભુલીને ધૂળેટીના રંગે રંગાયા હતાં. શેરી મોહલ્લાથી લઈને તમામ જગ્યાએ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકો નાના મોટાનો ભેદ ભૂલીને હોળીના રંગે રંગાયા હતાં. પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ સહિતની જગ્યાએ લોકો ડીજેના તાલે નાચતા ઝૂમતા ધૂળેટી સેલિબ્રેટ કરતાં જોવા મળ્યાં હતાં.
પોલીસકર્મીઓ રંગે રંગાયા
હોળીના રંગમાં ખાખકી પણ રંગાઈ ગઈ હતી. લોકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહેતા પોલીસકર્મીઓ આજે હોળીના રંગોમાં સજ્જ જોવા મળ્યા હતા. પોલીસ કમિશનર અને પોલીસ પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હોળી રમતા જોવા મળ્યા હતા. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પણ હોળીના રંગો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. ડીજેના તાલે આજે પોલીસકર્મીઓ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને હોળીના રંગોમાં રંગાયા હતા.
અલગ અલગ આયોજન
અલગ અલગ જગ્યાએ અલગ અલગ આયોજન ધૂળેટીના જોવા મળ્યાં હતાં. ક્યાંક રેઈન ડાન્સ, મડ પાર્ટી તો ફાર્મ હાઉસમાં સ્પેશિયલ થીમ પર પણ હોળી-ધૂળેટી સેલિબ્રેશન જોવા મળ્યાં હતાં. મોટ આયોજનોમાં જુદા જુદા પ્રકારના સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયા હતાં. જેમાં લોકોએ રંગીન સેલ્ફીઓ પણ લીધી હતી.








