મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉપલેટામાં કોલેરાથી વધુ એક બાળકે દમ તોડ્યો, અત્યાર સુધી 5 બાળકે ગુમાવ્યો જીવ

રાજકોટના ઉપલેટામાં કોલેરાથી વધુ એક બાળકે દમ તોડ્યો છે. ઉપલેટામાં આ બીમારીને કારણે 5 લોકોના મોત થયા છે. ઉપલેટામાં ચ

ઉપલેટામાં કોલેરાથી વધુ એક બાળકે દમ તોડ્યો, અત્યાર સુધી 5 બાળકે ગુમાવ્યો જીવ

રાજકોટના ઉપલેટામાં કોલેરાથી વધુ એક બાળકે દમ તોડ્યો છે. ઉપલેટામાં આ બીમારીને કારણે 5 લોકોના મોત થયા છે. ઉપલેટામાં ચોખ્ખું પાણી ન મળતા કારખાનાના કૂવા-બોરનું પાણી પીતા 50થી વધુ લોકોને ઝાડા- ઊલટી થયા હતા.

ઉપલેટામાં કોલેરાથી 5 બાળકોના મોત

ઉપલેટા પંથકમાં ગત શનિવારે કોલેરાથી 4 બાળકના મોત બાદ વધુ 2 બાળકમાં ઝાડા-ઊલટીના લક્ષણ જણાંતા તેમના સેમ્પલ લઇને જામનગર મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ટેસ્ટિંગમાં બન્ને કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાંથી એક બાળકનું મોત થયું છે. કોલેરાના કારણે બાળકોનો મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે.

આ ઘટનાની તપાસ કરતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, ગરીબ મજૂરો ગંદા પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા પાસે રહેતા હતા. ચોખ્ખું, ફિલ્ટર અને જીવાણુમુક્ત કરેલું પામી તેમને પુરૂ પાડવામાં આવતું નહતું. મજૂરો કૂવા-બોરનું દૂષિત પાણી પીવા માટે મજબૂર હતા અને જેને કારણે 50 જેટલા લોકોને ઝાડા-ઊલટી થયાં હતા. ઉપલેટામાં કોલેરાનો રોગ પ્રસરતા સ્થાનિકોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

આ સમાચાર શેર કરો