Amreli news: બે કાર સામસામે ધડાકાભેર અથડાતા એકનું મોત, 9 મુસાફરો ઈજાગ્રસ્ત
સાવરકુંડલાના રંઘોળા સ્ટેટ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક યુવકનું મોત થયું છે

સાવરકુંડલાના રંઘોળા સ્ટેટ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક યુવકનું મોત થયું છે, જ્યારે 9 જેટલા મુસાફરો ઇજા થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
પાંચ મુસાફરોને ગંભીર ઇજા
બે કાર સામસામે ધડાકાભેર અથડાતા અક્સ્માત સર્જાયો હતો. ભાવનગરથી સપ્તાહમાં જતી કાર અને આદસંગથી લગ્નપ્રસંગમાં જતી કાર વચ્ચે ટક્કર થતાં કુલદીપભાઈ ચંપૂભાઈ ખુમાણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સમાં 9 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત પાંચ મુસાફરોને વધુ સારવાર અર્થે અમરેલી સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.




