ગુજરાતમાં 3 સ્થળો પર થયેલા ગંભીર અકસ્માતમાં એકનું મોત, 10 ઘાયલ
ગુજરાતમાંથી રોજ ઘણા અકસ્માતના સમાચાર સામે આવતા હોય છે. એવામાં આજે રાજ્યભરમાં અલગ અલગ સ્થળો પર ગમખ્વાર

ગુજરાતમાંથી રોજ ઘણા અકસ્માતના સમાચાર સામે આવતા હોય છે. એવામાં આજે રાજ્યભરમાં અલગ અલગ સ્થળો પર ગમખ્વાર અકસ્માતોએ સ્વરુપ લીધું જેમાં એકનું મોત નિપજ્યું છે તો કુલ 10 લોકો ગંભીર ઈજાને પામતા તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગરમાં રિક્ષાચાલકે 3 મહિલાને અડફેટે લીધી
ભાવનગર શહેરના કરચલીયા પરા પ્રેસ રોડ પર રીક્ષા ચાલકે અડફેટે લેતાં ત્રણ મહિલાઓને ઇજા પહોંચાડી હતી. મળતી માહિતી અનુસાર મોડીરાત્રિના સમયે કરચલિયા પરા પ્રેસરોડ ઉપર સંચળવાળા ચોકમાં ત્રણ મહિલાઓ ચાલીને જતી હતી, તે સમયે નશાની હાલતમાં એક રીક્ષા ચાલકે બેફિકરાઈથી પૂરપાટ ઝડપે રીક્ષા ચલાવી ત્રણેય મહિલાઓને અડફેટે લીધી હતી. જેમાં લાભુબેન ચાવડા, મેઘાબેન ચાવડા અને મીનાબેન ચાવડાને ઇજાઓ પહોંચતા ત્રણેય મહિલાને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતના બનાવના પગલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડાંગમાં રસ્તા પર ઉભેલા ટેમ્પો પાછળ પૂરઝડપે આવતો ટેમ્પો ઘુસતા 2ની હાલત ગંભીર
ડાંગ જિલ્લામાંથી સતત બીજા દિવસે ગમખ્વાર અકસ્માતે સ્વરુપ લીધું હતું. વઘઇ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર જામલાપાડા નજીક માર્ગ સાઇડે ઉભેલા ટેમ્પોમાં પાછળથી પૂરપાટ ઝડપે આવતો અન્ય ટેમ્પો ધડકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઉભેલા ટેમ્પોમાં અથડાયા બાદ ટેમ્પો રસ્તાની સાઇડમાં પલ્ટી જતા ચાલકના બન્ને પગે ફેક્ચર થવા સાથે બાજુમાં બેસેલા ઈસમને પણ ગંભીર ઇજા પહોંચી હતી. ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ઉભેલા ટેમ્પોને ધડાકાભેર અથડાયો હતો જેમાં બંને ઈજાગ્રસ્તોને 108 મારફતે વઘઇ સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : VIDEO: સુરતમાં ફ્રી ફાયર ગેમમાં 14 હજાર હારી જતાં યુવકે ATM તોડી કર્યો ચોરીનો પ્રયાસ, 2ની ધરપકડ
સુરતમાં બાઈકને બચાવવા જતાં 2 કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
સુરત જિલ્લાના બારડોલી વ્યારા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બારડોલી તાલુકાના કિકવાડ ગામની સીમમાં બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક ચાલકને બચાવવા જતા ઇકો સ્પોટ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. વ્યારાથી બારડોલી આવતી કાર કુંડાવી સામે બારડોલી તરફથી આવતી અન્ય એક કાર સાથે અથડાઈ હતી. બે કાર પૈકી ઇકો સ્પોટમાં સવાર ત્રણ પેકી એકનું મોત થયું હતું જ્યારે અન્ય 5 લોકોને ઇજા થતાં બારડોલી ખાનગી હોસ્પી. ખસેડાયા હતા. મૃતકની કેન્સર અંગે સારવાર ચાલી રહી હોવાથી તેઓ હોસ્પિટલ જઇ રહ્યાં હતા.






