મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: લગ્નના ત્રીજા જ દિવસે પરિણિતાએ કરી આત્મહત્યા, પરિવારજનોની પોલીસે કરી પૂછપરછ

અમદાવાદમાં આત્મહત્યાના કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર એવા સાઉથ બ

અમદાવાદ: લગ્નના ત્રીજા જ દિવસે પરિણિતાએ કરી આત્મહત્યા, પરિવારજનોની પોલીસે કરી પૂછપરછ

અમદાવાદમાં આત્મહત્યાના કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર એવા સાઉથ બોપલના સન સાઉથ વિન્ડ્સ સોસાયટીમાં નવ પરિણીતાએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. ખાસ વાત એ છે કે મૃતક યુવતીના અષાઢી બીજના દિવસે જ લગ્ન થયા હતા.

લગ્નને માંડ ત્રણ દિવસ જ વિત્યા હતા

હજુ લગ્નને માંડ ત્રણ દિવસ જ વિત્યા હતા. મૃતક યુવતીનું નામ ડિમ્પલ જોબનપુત્રા છે. તે સુરતની રહેવાસી છે. જ્યારે આ ઘટના થઈ ત્યારે મૃતક યુવતીના પતિ ઘરે હાજર નહોતા.

કોઈ હાજર નહોતું ત્યારે યુવતીએ આત્મહત્યા કરી

ઘટનાની જાણ થતાં પોલીસ સન સાઉથ વિન્ડ્સ સોસાયટી પહોંચી ગઈ હતી.પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે ઘરે કોઈ હાજર નહોતું ત્યારે યુવતીએ આત્મહત્યા કરી હતી.  પોલીસે પરિવારજનોની પૂછ પરછ પણ હાથ ધરાઈ હતી.

આ સમાચાર શેર કરો