મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલય શિવશંકરના નાદથી ગુંજયા, દર્શન માટે ઉમટી ભાવિકોની ભીડ

શ્રાવણ માસનો પહેલો જ દિવસ અને સોમવારનો શુભ સંયોગ રચાયો છે. ત્યારે ભગવ

સુરતમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલય શિવશંકરના નાદથી ગુંજયા, દર્શન માટે ઉમટી ભાવિકોની ભીડ

શ્રાવણ માસનો પહેલો જ દિવસ અને સોમવારનો શુભ સંયોગ રચાયો છે. ત્યારે ભગવાન શિવ શંકરની આરાધનાના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવ શંકરના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે મંદિરમાં પહોંચ્યા હતાં.

દર્શન માટે વ્યવસ્થા

શ્રાવણ માસ અને સોમવારનો પહેલા દિવસનો શુભ સમન્વય ઘણા વર્ષો બાદ રચાયો છે. ત્યારે પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાથી લઈને ભગવાનને આરાધના કરવા માટે પહોંચ્યા હતા. અતિ પૌરાણિક એવા કંતારેશ્વર મહાદેવના દર્શને સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનનો લાભો લોકો મેળવી રહ્યા છે.

ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે

લીના ગોસ્વામીએ કહ્યું કે, ઘણા વર્ષે આવો યોગ આવ્યો છે કે, જ્યારે સોમવારથી શરૂઆત અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે. પહેલા અને છેલ્લા દિવસે સોમવાર આવે તેનું ખૂબ મહત્વ સનાતન ધર્મમાં માનવામાં આવે છે. જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે. એટલે આ વખતે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા વધારે જોવા મળે છે. દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. ભાવિકો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકો માટે પૂજા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કંતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. કપિલ મુનિએ અહીં કપિલા ગાયનું દાન કર્યું હતું. સૂર્યનારાયણ ભગવાનનું તપ કરીને પ્રસન્ન કર્યા હતા.મહાદેવએ પણ અહીં પ્રસન્ન થવું પડ્યું હતું. તેથી અહીં વિશેષ મહત્વ હોય ભાવિકોની મનોકામના પર અહીં પૂર્ણ થાય છે.

આ સમાચાર શેર કરો