કારગીલ વિજય દિવસે સુરતમાં શહીદોના પરિવારજનોની ઉપસ્થિતિમા તિરંગા યાત્રા, વીરોની યાદમા કરાયું રક્તદાન
સુરતમાં કારગીલ વિજય દિવસ જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી અને રોટરેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ

સુરતમાં કારગીલ વિજય દિવસ જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી અને રોટરેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વીર શહીદ જવાનોના પરિવારજનોના વિશેષ સન્માન માટે તિરંગા યાત્રા યોજાઈ હતી. સમર્પણ ગૌરવ સન્માન સમારોહ અંતર્ગત BAPS મંદિર ગ્રાઉન્ડ, ધારૂકા કોલેજ સામે, કાપોદ્રાથી મિની બજાર સરદાર સ્મૃતિ ભવન સુધી આયોજિત તિરંગા યાત્રામાં ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા.
૧૦૦૦ યુનિટ રક્તદાન
સરદાર સ્મૃતિભવન ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ યુવા ટીમ અને ધી વરાછા કો-ઓપ. બેંકના સંયુક્ત ઉપક્રમે વિરાંજલી મહારક્તદાન શિબિર યોજાઈ હતી.જેમાં વિવિધ કંપનીના કર્મચારીઓ, રત્નકલાકારો સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ મળી કુલ ૧૦૦૦ યુનિટ રક્તદાન એકત્ર કરી શહીદોને વિરાંજલી અર્પણ કરી હતી.
શહીદોને વિરાંજલી
વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે શહીદ જવાનોના પરિવારો માટે આયોજિત મહારક્તદાન શિબિરમાં દેશના હિતમાં આપણું કર્તવ્ય નિભાવીએ એ પણ એક સૈનિક સમાન કાર્ય છે. પરાક્રમી વૃતિના યુવાનો બનીએ એટલે કે સમભાવ અને સદ્દભાવના રાખી સારા નાગરિક, સારા અધિકારી, સારા પોલીસ બનવું એ પણ સૈનિકની ભૂમિકા છે. યુવાઓમાં રાષ્ટ્ર અને સમાજના હિત માટે મૂલ્યનિષ્ઠતા અને સમર્પણ, રાષ્ટ્રભાવના આપણા જીવનનો એક રાહ હોવો જોઈએ.








