ઓલિમ્પિક 2036નું અમદાવાદમાં આયોજન, AMC દ્વારા માસ્ટર પ્લાનની તૈયારીઓ શરુ
2036નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમાવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા

2036નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમાવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાન બનાવવા માટે કન્સલટંટની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીએ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું
બહોળો અનુભવ ધરાવતી કોલાજ કંપનીને આ કામ આપવામાં આવ્યું છે. આ માટે ૧૨.૫ કરોડની જંગી રકમ ખર્ચ કરવામાં આવશે. માસ્ટર પ્લાન ત્રણ તબક્કામાં તૈયાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં શહેરની પ્રાથમિક પરિસ્થિતિનું અવલોકન કરવામાં આવશે. એટલે કે શિક્ષણ, હેલ્થ, આબોહવા, સ્પોર્ટ્સ, કનેક્ટિવિટી, ટ્રાન્સપોર્ટ સહિતની કામગીરીની સમીક્ષા કરવા આવશે.
બીજા તબક્કામાં જુદાજુદા ક્ષેત્રમાં સંકળાયેલા સ્ટેટ હોલ્ડર તેમજ શહેરની સમજના આધારે માર્ગદર્શન અને સલાહ લેવામાં આવશે તેમજ સૂચનો આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં એએમસી પાસેના નાણા ભંડોળને આધારે જરૂરી વિઝન મેળવવા અમલીકરણ કરવામાં આવશે






