Junagadh news: 'અધિકારીઓ લોક પ્રતિનિધિઓને ગાંઠતા નથી', જિલ્લા ભાજપ પ્રમુખનો કલેકટરને પત્ર
તાજેતરમાં વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ અધિકારીઓ તે

તાજેતરમાં વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ અધિકારીઓ તેમને ગાંઠતા ન હોવાનું કહી મુખ્યમંત્રીને પત્ર પાઠવતા રાજકીય ગરમાવો આવ્યો હતો, ત્યારે હવે આવો જ એક કિસ્સો જૂનાગઢમાં જોવા મળ્યો હતો. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કલેક્ટરને 'અધિકારીઓ લોક પ્રતિનિધિઓને ગાંઠતા ન હોવાની રજૂઆત કરી છે.
કલેક્ટરને પત્ર લખી કરાયા સણસણતા આક્ષેપ
જૂનાગઢમાં સરકારી તંત્રની લાપરવાહી સામે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ લાલ આંખ કરી છે. કલેક્ટરને પત્ર લખી તેમણે સણસણતા આક્ષેપ કર્યા છે કે અધિકારીઓ લોક પ્રતિનિધિઓને ગાંઠતા નથી. જિલ્લા પંચાયત અને મહેસુલી તલાટીઓ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરો સમયસર હાજર રહેતા નથી. હોસ્પિટલોમાં દવાનો પણ અભાવ હોવાથી જનતા હાલાકી ભોગવી રહી છે, જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.




