ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ કોર્સમાં ફી વધારાને મામલે NSUIનો ઉગ્ર વિરોધ, ફી ઘટાડવા માંગ
ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થિઓને લુંટવા માટે વિવિધ કોર્સમાં ફી વધારો કરવામાં આવ્યો છે. ફી વધારાના વિરોધમાં NSUI મેદાને ઉતર્યું છે અને ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પર ઉતરી આવ્યા છે. મોટી સંખ્યામાં NSUI કાર્યકરોએ યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આગામી 24થી 48 કલાકમાં જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો અમલમાં મુકવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષથી પ્રતિ સેમેસ્ટર રુ.1750થી રુ.4500 સુધીની વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાશે. યુનિવર્સિટીમાં BA, B.Com, BCA, BBA અને PhDમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે વધુ ફી ચૂકવવી પડશે. જેને પગલે NSUI વિરોધ પર ઉતર્યું છે.




