મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત યુનિ.માં ડાયરેક્ટર પાસે 75 લાખની ખંડણી માંગી, NSUIએ VC ઓફિસમાં કરી ધમાલ

ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈ NSUIએ વાઈસ ચાન્સેલર ઓફિસને તાળા માર

ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈ NSUIએ વાઈસ ચાન્સેલર ઓફિસને તાળા મારી દીધા છે. સિન્ડિકેટ સભ્ય ઉપર ડાયરેક્ટર પાસેથી 75 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે. જેને પગલે  NSUIએ ઉગ્ર વિરોધ દર્શાવી વાઈસ ચાન્સેલર ઓફિસને તાળા મારી દીધા છે. સાથે જ ભ્રષ્ટ અધિકારીનું રાજીનામું લેવડાવ્યું હતું.

જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ HRDCના ડાયરેક્ટર જગદીશ જોષી પાસેથી 75 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાનો આરોપ છે. NSUIએ આ મામલે ઉગ્ર વિરોધ કરી, ભ્રષ્ટ સભ્યનું રાજીનામું લેવડાવ્યું હતું. જોકે ગુનો દાખલ ન થતાં NSUIએ ફરીથી હોબાળો મચાવ્યો હતો. NSUIએ સિન્ડિકેટ સભ્યો દ્વારા આપેલા ટેન્ડર તાત્કાલિક રદ કરવાની માંગણી કરી છે. જો આવું નહિ કરવામાં આવે, તો આંદોલન કરવામાં આવશે એવી ધમકી પણ આપી છે. 

આ સમાચાર શેર કરો