મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં બોપલ નજીક વધુ એક હત્યા, NRIનો મૃતદેહ મળ્યો

અમદાવાદના બોપલ વિસ્તારમાં પોલીસકર્મીએ એક વિદ્યાર્થીની હત્યા કરી હતી એ ઘટનાને હજી 4 દિવસ જ થયા છે, હવે બોપ

અમદાવાદમાં બોપલ નજીક વધુ એક હત્યા, NRIનો મૃતદેહ મળ્યો

અમદાવાદના બોપલ વિસ્તારમાં પોલીસકર્મીએ એક વિદ્યાર્થીની હત્યા કરી હતી એ ઘટનાને હજી 4  દિવસ જ થયા છે, હવે બોપલ નજીક હત્યાની વધુ એક ઘટના ઘટી છે, જેમાં એક NRI દલાલનો મૃતદેહ મળી આવ્યો છે.  

બે મહિના પહેલાં જ અમેરિકાથી આવેલા NRIની હત્યા 

આ ઘટના અમદાવાદના બોપલ વિસ્તાર નજીકના ગરોડિયા ગામની સીમમાં બની હતી. જ્યાં લગભગ બે મહિના પહેલાં જ અમેરિકાથી આવેલા NRI  દીપક દશરથભાઈ પટેલને બોથડ પદાર્થ દ્વારા એક પછી એક ઘા કરી મારી નાખવામાં આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન FSLની ટીમને પણ પુરાવા એકઠા કરવા બોલાવી લેવામાં આવી હતી. 

માહિતી અનુસાર દીપક પટેલ બે મહિના પહેલા જ અમેરિકાથી આવ્યા હતા અને ચાલુ મહિને તેઓ ફરી અમેરિકા રવાના થવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની હત્યા કોણે અને શા માટે કરી તે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો : અરવલ્લી : મોડાસાના ગળાદર નજીક કાર અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે મોત

બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં વધુ એક પોલીસકર્મીનું નામ ખુલ્યું

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં પોલીસે હત્યારા પોલીસકર્મીને પંજાબથી ઝડપી પાડ્યો છે. હત્યારો  વીરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. વિદ્યાર્થી પ્રીતાંશુ જૈનની હત્યા કર્યા બાદ આરોપી પંજાબ ભાગી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ત્યાં જઈને તેની ધરપકડ કરી છે. હવે આ કેસમાં વધુ એક પોલીસકર્મીનું નામ પણ ખુલ્યું છે. 

આ ઘટનામાં દિનેશ ઉર્ફે ડી.કે. નામના પોલીસકર્મીનું પણ નામ ખુલ્યું છે, દિનેશ ઘટના સમયે હત્યારા વીરેન્દ્રસિંહ પઢેરિયાની સાથે હતો અને દિનેશ જ કાર ચલાવી રહ્યો હતો. મળતી માહિતી મુજબ આ દિનેશે હત્યા હત્યારા વીરેન્દ્રસિંહ પઢેરિયાની ઘટના બાદ ભાગવામાં મદદ કરી હતી. હવે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો