Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Now you will get real-time traffic updates: accident zones, diversions, speed limits, all at your fingertips!

હવે મળશે ટ્રાફિકની રિયલ ટાઈમ અપડેટ: એક્સિડેન્ટ ઝોન, ડાયવર્ઝન, સ્પીડ લિમિટ બધું જ આંગળીના ટેરવે!

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
હવે મળશે ટ્રાફિકની રિયલ ટાઈમ અપડેટ: એક્સિડેન્ટ ઝોન, ડાયવર્ઝન, સ્પીડ લિમિટ બધું જ આંગળીના ટેરવે!
સોર્સ : GSTV

ગુજરાતમાં રોડ સેફ્ટી વધારવા અને ટ્રાફિક મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે સ્વદેશી મેપિંગ અને નેવિગેશન એપ મેપલ્સ (Mapmyindia) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યાં છે. આ ભાગીદારી દ્વારા નાગરિકોને રીઅલ-ટાઇમ ટ્રાફિક એડવાઇઝરી અને રોડ સેફ્ટી સંબંધિત માહિતી મળશે.

App Store

એપમાં બ્લેક સ્પોટ્સ અને સ્પીડ લિમિટનું અપડેટ

આ સમજૂતી અંતર્ગત મેપલ્સ દ્વારા એપમાં વિશેષ નાગરિકલક્ષી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. હવે વાહનચાલકોને નેવિગેશન ઉપરાંત નીચેની મહત્ત્વની સુવિધાઓ મળશે. બ્લેક સ્પોટ્સ/એક્સિડન્ટ ઝોન, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરા પાડવામાં આવેલા સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ એપમાં અપડેટ કરાયો છે. ડાર્ક રસ્તાઓ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પીડ લિમિટ પણ એપમાં અપડેટ કરવામાં આવી છે. વાહનચાલકોને રિયલ ટાઇમમાં ટ્રાફિક એડવાઇઝરી અપડેટ મળશે.

ગુજરાત પોલીસ દૈનિક ધોરણે માહિતી પૂરી પાડશે

MoU મુજબ, ગુજરાત પોલીસ મેપ માય ઈન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમ ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે, જેનાથી મુસાફરી વધુ અનુકૂળ બનશે. બંધ કરાયેલા રોડ અંગેની માહિતી (Road Closures), પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન/રિપેર એક્ટિવિટિઝ અને રેલીઓ કે અન્ય કાર્યક્રમોની માહિતી એપમાં રિયલ ટાઇમમાં અપડેટ થશે. આ અપડેટની જાણ નાગરિકોને થવાથી તેઓ સમય બચાવવા માટે વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે.

ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને આ હેતુ માટે બનાવેલા વોટ્સએપ ગ્રૂપ દ્વારા મેપ માય ઈન્ડિયાને ઇનપુટ્સ કેવી રીતે આપવા તેની તાલીમ પણ આપવામાં આવી છે અને ડેટા અપડેશનનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કસ્ટમાઇઝ્ડ ટ્રાફિક અપડેટ્સ મેળવવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટમાં સહયોગ આપવા માટે તેઓ મેપલ્સ (Mapmyindia) એપનો મહત્તમ ઉપયોગ કરે.