મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અધિકારીના હોદ્દાનો દુરુપયોગ કરતી નકલી નેમપ્લેટવાળી કાર ઝડપાઇ, રોફ જમાવતા યુવાન અને યુવતીની અટકાયત

ગુજરાતમાં નકલી અધિકારીઓની હરકતો થમવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં દ્વારકા જિલ્લાના મુખ્ય મથક

અધિકારીના હોદ્દાનો દુરુપયોગ કરતી નકલી નેમપ્લેટવાળી કાર ઝડપાઇ, રોફ જમાવતા યુવાન અને યુવતીની અટકાયત

ગુજરાતમાં નકલી અધિકારીઓની હરકતો થમવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અધિક કલેક્ટરના નકલી નેમપ્લેટવાળી કાર  પકડાઈ છે. આ ઘટનામાં ખંભાળિયાના જીલ પંચમતિયા નામના યુવક અને મૂળ જૂનાગઢની અને  હાલ રાજકોટમાં સ્પીપામાં તાલીમ લેતી કેશા દેસાઈ નામની યુવતી સામેલ છે.

ખાનગી કાર પર એડિશનલ કલેક્ટર જેવા બોર્ડ લગાવ્યા

આ બંનેએ અધિક કલેક્ટરના હોદાનો દુરુપયોગ કરીને ખાનગી કાર પર એડિશનલ કલેક્ટર જેવા બોર્ડ લગાવ્યા હતા અને જાહેરમાં રોફ જમાવવાના ઇરાદે ફરતા હતા. એટલું જ નહીં, કારના ઉપરના ભાગે પોલીસની ગાડીઓમાં હોય તેવી ઇમરજન્સી લાઇટ પણ ફીટ કરવામાં આવી હતી, જેથી તે સરકારી વાહન જેવી લાગે.

 કારનો ઉપયોગ કરીને લોકોમાં ખોટી ઓળખ ઊભી કરી

આ બંને આરોપીઓ આ કારનો ઉપયોગ કરીને લોકોમાં ખોટી ઓળખ ઊભી કરી રહ્યા હતા. આ ઘટના ખંભાળિયા પોલીસના ધ્યાનમાં આવતાં તેઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે જીલ પંચમતિયા અને કેશા દેસાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો