રાજકોટના તમામ મ્યુનિ કમિશનર સામે હત્યાનો ગુનો કેમ નથી દાખલ થયો, સત્તાધીશોનો હાઈકોર્ટે લીધો ઉધડો
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઈએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરા

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઈએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી રિટ અરજીમાં ગુજરાત હાઈકોર્ટે ગત રોજ રાજ્ય સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા.
સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા
જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ.દેસાઈની ખંડપીઠે ખાસ કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનરોને આ સમગ્ર દુર્ઘટના માટે જવાબદાર ઠરાવતાં એક તબક્કે એટલે સુધી ફટકાર લગાવી હતી કે, રાજકોટ મનપાના જવાબદાર તમામ કમિશનર સામે આ અગ્નિકાંડ મામલે ઈપિકો કલમ-૩૦૨ હેઠળ કેમ હત્યાનો ગુનો દાખલ કરાયો નથી…?
તમામ કમિશનર સામે આ અગ્નિકાંડ મામલે કેમ હત્યાનો ગુનો દાખલ નથી કરાયો
શા માટે માત્ર નીચલા અધિકારીઓ સામે જ કાર્યવાહી થઈ પરંતુ તમામ કમિશનર સામે હજુ સુધી કેમ પગલાં નથી લેવાયા કે કે જયારે તેઓ જ ખરા જવાબદાર અને ગુનેગાર છે. તેઓ બધુ જ જાણતાં હતા એને છતાં કોઈ કાર્યવાહી કરી નથી અને તેના કારણે જ આખરે આ કરૂણાંતિકા સર્જાઇ છે.?
જે 28 લોકો આગમાં ભૂંજાયા તેમના પરિવારોને શું જવાબ આપીશું
અરજદાર એડવોકેટ અમિત પંચાલે હાઈકોર્ટને ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર દર વખતે આવી દુર્ઘટનાઓ માત્ર ચાર લાખ રૂપિયાનું વળતર આપીને છૂટી જાય છે, જે કોઈ સંજોગોમાં ચાલે નહીં. માનવીના જીવનનું મૂલ્ય રૂપિયામાં આંકી શકાય નહીં. જે 28 લોકો આગમાં ભુંજાયા છે, એમના પરિવારને આપણે શું જવાબ આપીશું. આપણા સૌની નૈતિક જવાબદારી બને છે. સરકાર દસ દિવસમાં ફાઈનલ રિપોર્ટ સીટ દ્વારા અપાશે તેવી વાત કરતી હતી અને હવે તા.28 જૂન કહે છે. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી મીડિયામાં માત્ર દેખાડો કરાય છે પરંતુ સરકારે જે જવાબદાર અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરો છે તેમને સસ્પેન્ડ કરી કાયેદરસર કાર્યવાહી કરવી જોઈએ. હાઈકોર્ટ આ સમગ્ર મામલે આકરા હુકમ કરવા જોઈએ કારણ કે, કોર્ટ લોકશાહી વ્યવસ્થામાં ત્રીજો સ્થંભ છે.






