મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માત્ર મહિલાઓ જ નહીં પુરુષોને પણ થઈ શકે છે સ્તન કેન્સર, સુરતમાં જાગૃતિ માટે યોજાયો સેમિનાર

વિશ્વભરમાં ઓક્ટોબર માસને સ્તન કેન્સર જાગૃતિ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા મહિ

માત્ર મહિલાઓ જ નહીં પુરુષોને પણ થઈ શકે છે સ્તન કેન્સર, સુરતમાં જાગૃતિ માટે યોજાયો સેમિનાર

વિશ્વભરમાં ઓક્ટોબર માસને સ્તન કેન્સર જાગૃતિ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા મહિલાઓ સહિત પુરૂષોમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ તબીબોએ સ્તન કેન્સર થવાના કારણો, નિદાન અને સારવાર અંગેની વાત કરી હતી. 

નિઃશૂલ્ક મેમોગ્રાફી તપાસ થઈ

સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા યુનિવર્સલ હોસ્પિટલમાં ફ્રી સ્તન કેન્સર જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્તન કેન્સર સામેની લડાઈમાં નિયમિત ચેકઅપના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ મહિલાઓને ફ્રી મેમોગ્રાફી તપાસ કરવામાં આવી હતી. 

જનજાગૃતિ મહત્વની

ઓન્કોલોજી સેન્ટરના મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. અંકિત પટેલે કહ્યું કે, સ્તન કેન્સરનો સામનો કરવા માટે જાગૃતિ મહત્વપૂર્ણ છે. મેમોગ્રાફીએ સ્તન કેન્સરની તપાસ અને જાણ માટેનું એક માધ્યમ છે. ઓન્કોલોજિસ્ટ ડૉ. પ્રિયંકા પટેલે કહ્યું કે, 45 વર્ષથી ઉપરની તમામ મહિલાઓએ દર વર્ષે મેમોગ્રાફી સ્ક્રીનીંગ કરાવવું જોઈએ. ડૉ. તનવીર મકસૂદે સારવાર પહેલાં બાયોપ્સીની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો.વ્યક્તિગત સારવાર અભિગમોને સક્ષમ કરે છે. તપાસમાં પ્રગતિ સાથે, અમે લક્ષિત ઉપચાર અને ઇમ્યુનોથેરાપી સહિત વિવિધ પ્રકારના સ્તન કેન્સર માટે વધુ સારા પરિણામો આપી શકીએ છીએ તેમ ડૉ. માસ્કડે ઉમેર્યુ હતું.

આ સમાચાર શેર કરો